इस्लाम की मूलभूत जानकारी

मानवजाति के लिए कृपा और जीवन जीनेका तरीका…

ઇસ્લામ – શું તે એક અતિશયોક્ત ધર્મ છે?


ઇસ્લામિક આતંકવાદ“, “કટ્ટરપંથીઓ મુસ્લિમ“, “ઉગ્રવાદી મુસ્લિમ” – આ કેટલાક નમુના પૂરતા “લેબલો” છે જે તાજેતરના સમયમાં મુસલમાનોને વ્યક્તિગત રીતે અથવા અને ચોક્કસ મુસલમાન ગ્રુપોને મિડિયા દ્વારા ખોટી રીતે લગાડવામાં આવેલ છે.

ઇસ્લામ ધર્મ વિષે અપૂરતા અને મર્યાદિત જ્ઞાનના કારણે ટેલીવિઝન અને પેપરોના માધ્યમ દ્વારા ઇસ્લામ ધર્મને ખોટી રીતે રજુ કરી લોકોમાં નકારાત્મક ધારણાઓ ઉપજાવી તેમને ગેરમાર્ગે દોરવામાં આવે છે. જયારે આ ઇસ્લામ ધર્મ શાંતિપૂર્ણ અને શહનશીલ જીવન શૈલી બતાવતો ધર્મ છે.

પીટર મેનિંગ, 30 વર્ષ કરતા વધારે પત્રકારત્વનો અનુભવ ધરાવનાર ઓસ્ટ્રેલિયન પત્રકાર, તેમના પુસ્તક “Us and Them”માં જણાવ્યું હતું કે:

“મારો અનુભવ મને કહે છે કે આરબ અને મુસ્લિમ ઓસ્ટ્રેલિયનોનું દૈનિક જીવન અને આપણા માધ્યમ (ઓસ્ટ્રેલિયન)માં રજૂ કરાતી બાબતોની વાસ્તવિકતા વચ્ચે ઘણો મોટો તફાવત છે અને આ બંને વચ્ચે વિશાળ ખાઈ (અંતર) છે.

 ૬૦% થી વધુ કિસ્સાઓમાં ( ૨ (બે) મુખ્ય સમાચારપત્રના કવરેજ માંથી) વપરાતા શબ્દો જેવાકે હિંસા, મૃત્યુ, હુમલા, હત્યા, આપઘાત, અથવા હથિયારધારી આ બધા શબ્દોને ઇસ્લામ, આરબ કે મુસ્લિમ નાં પર્યાયવાચી (વૈકલ્પિક) શબ્દો તરીકે ઉપયોગમાં લેવાય છે. પછી આમાં કોઈ નવાઈની વાત છે કે મોટા ભાગના લોકો ઇસ્લામને ત્રાસવાદ સાથે સંકળાવે?

 આ સમસ્યાનું મૂળ કારણ ઇસ્લામ વિષેની અજ્ઞાનતા છે જે ઓસ્ટ્રેલિયામાં થયેલ એક સર્વે દ્વારા જાહેર થયેલ થયું છે. આ સર્વે મુજબ, ત્રણ માંથી એક કે તેથી વધારેને ઇસ્લામ કે તેના માનનારા અનુયાયીઓ (મુસલમાનો)ની કોઈપણ પ્રકારની માહિતી જ નહોતી.

 ડૉ. ડન, જે  ઓસ્ટ્રેલિયા-ઇન્ડોનેશિયા સંસ્થા દ્વારા કરેલ આ સર્વેના વડા હતા તેમને કહ્યું કે, તે લોકો જે ઇસ્લામ વિષે નહીવત જ્ઞાન ધરાવે છે અથવા મુસ્લીમો સાથે બહુ થોડા સંકળાયેલ છે તેમને ઇસ્લામ કે મુસલમાનો થી વધારે બીક લાગે છે.”

 જો લોકોને ઇસ્લામ વિષેની યોગ્ય સમજ અને પારંપરિક શિક્ષણ આપવામાં આવે તો મીડિયાના પૂર્વગ્રહ અને ઇસ્લામ વિષેની અજ્ઞાનતાને દૂર કરી શકાય. ઉલ્લેખનીય છે કે આ વાત કુરઆન (જેને મુસલમાનો ઈશ્વરના શબ્દો માને છે) અને મુહંમદ પયગંબર સાહેબની જીવનશૈલી તરફનો નિર્દેશ કરવામાં આવેલ છે. આ મુજબના યોગ્ય શિક્ષણ થી લોકો એવા સાચા ઇસ્લામને જાણશે જે ઉગ્રવાદ કે આતંકવાદના કોઈપણ સ્વરૂપની વિરુધ્ધ છે અને શાંતિનો સંદેશો આપે છે.

 કુરઆનમાં ગેરસમજ કેવી રીતે ઉભી કરવામાં આવે છે?

 જયારે કુરઆનની આયાત (શ્લોક)ને કે પયગંબર સાહેબના કથન (હદીસ)ને વાંચવામાં આવે ત્યારેએ વાતનું ધ્યાન રાખવામાં આવે કે તે વાત કયા સંદર્ભમાં છે. જો સંદર્ભને ધ્યાનમાં રાખીને સમજવામાં આવે તો તેની સાચી હકીકત સમજાય.

 જે કોઈ વ્યક્તિ લોકોને ઇસ્લામ કે મુસલમાનો વિષે ગેરમાર્ગે લઇ જવા માંગે છે તેવા લોકો કુરઆનની નીચેની આયાતનો બહોળો ઉપયોગ કરે છે.

“અને તેમનો જ્યાંપણ સામનો થાય તેમને મારી નાખો અને તેમને તે જગ્યાએથી કાઢી નાખો જ્યાંથી તેમણે તમને કાઢી નાખ્યા છે કારણકે મારી નાખવું ખરાબ છે પરંતુ ઝગડાખોરી (ફસાદ) તેના કરતા પણ વધારે ખરાબ છે. અને મસ્જિદે હરમ (કાબા)ની પાસે ત્યાં સુધીના લડો જ્યાં સુધી તેઓ તમારી સાથેના લડે અને જો તેઓ તમારી સાથે યુદ્ધ કરે તો તમે તેમણે મારી નાખો. કાફિરોની બસ આ જ સજા છે.” (કુરઆન ૨:૧૯૧)

 અનેક વખતે, ઉપર મુજબની કુરઆનની આયાતને કાપીને ખતરનાક રીતે રજૂ કરવામાં આવે છે, જેમ કે,

 “અને તેમનો જ્યાં પણ સામનો થાય તેમને મારી નાખો” (કુરઆન ૨:૧૯૧)

 હવે સ્પષ્ટ પ્રશ્ન ઉભો થાય છે કે “કોને મારી નાખો?” તો આ પ્રશ્નનો જવાબ મેળવવા તેની પહેલાની અને પછીની આયાતને વાંચવી પડે.

 અને અલ્લાહના રસ્તામાં તે લોકો સાથે લડો જે લોકો તમારી શાથે લડે છે અને ધ્યાન રાખો કે મર્યાદા કરતા વધારે નહિ, ચોક્કસ અલ્લાહ તે લોકોને પસંદ નથી કરતો જે લોકો મર્યાદા ઓળંગે છે. (કુરઆન ૨:૧૯૦).

કુરઆનની આ આયાત સ્પષ્ટ કરે છે કે લડવુંએ ફક્ત સ્વરક્ષણ માટે છે અને તેઓની સાથે જે લોકો તમારી સાથે લડે છે. હવે કુરઆનની ૨:૧૯૧ પછીની આયાત જોઈએ

“પરંતુ જો તેઓ લડાઈ બંધ કરી દે તો અલ્લાહ બહુ માફ કરનાર અને સૌથી વધુ કૃપા કરનાર છે (કુરઆન ૨:૧૯૨)

 કુરઆનની ઉપર મુજબની આ આયાતો (શ્લોકો) એવા સમયે ઈશ્વર તરફ થી ઉતરી કે જયારે મુસલમાનોને તેમની ધાર્મિક માનતાને કારણે તેમના ઘરો (મક્કા) માંથી કાઢી મુકવામાં આવ્યા. તેઓ આ જુલમની સામે દસ (૧૦) કરતા પણ વધારે વર્ષ ટકી રહ્યા અને આખરે તેઓ એક સલામત જગ્યાએ આશ્રય લેવા માટે ચાલ્યા ગયા.

 ઉપર મુજબની કુરઆનની આયાતોમાંએ આરબ મૂર્તિપૂજકોનો ઉલ્લેખ છે જે મુહંમદ પયગંબર સાહેબના સમયમાં મુસલમાનો ઉપર જુલમ કરતા હતા અને જ્યાં મુસલમાનોએ આશ્રય લીધો હતો ત્યાં હુમલો કરવાની યોજના બનાવતા હતા.

 તેથી ઉપરની આયતો માત્ર તેની જેવા સંજોગોમાં જ લાગુ કરી શકાય.

 આ ઉદાહરણ દર્શાવે છે કે કુરઆનની આયાતોને તેના યોગ્ય સંદર્ભમાં સમજવામાં આકે કારણકે આ આયાતો ૨૩ વર્ષ નાં ગાળા દરમિયાન ચોક્કસ પરિસ્થિતિને આધારે ઈશ્વર તરફ થી ઉતારવામાં આવી છે.

અહીએ પણ મહત્વની બાબતનું ધ્યાન રાખવામાં આવે કે કુરઆન અરબી ભાષામાં ઉતરેલ છે અને તેથી તેનું વિવિધ ભાષામાં અયોગ્ય ભાષાંતર ક્યારેક અચોક્કસ કે ગેરમાર્ગે દોરનાર પણ હોઈ શકે.

 સ્વીકાર્ય લડાઈ કે યુદ્ધ

એ વાતમાં કોઈ શંકા નથી છે કે મુસ્લિમોને (અન્ય કોઇ વ્યકિતને જેમ) આક્રમણ સામે કે તેમણે દબાવવામાં આવે ત્યારે તેની સામે લડવા માટે કાયદેસરનો અધિકાર છે

સમુદાયના કલ્યાણ સાચવવા માટે અથવા જુલ્મ સામે કે તેનો (જુલ્મનો ) ફેલાવો થતો રોકવા માટે યુદ્ધની પરવાનગી માટે ઇસ્લામ ધર્મ શીખવે છે. – આ યુદ્ધ ચોક્કસ પરિસ્થિતિમાં સંરક્ષણાત્મક અથવા આક્રમણ યુદ્ધ હોઈ શકે છે

ઇસ્લામ પણ “અન્ય જીવનશૈલી”ની જેમજ પોતાના અસ્તિત્વની ખાતરી રાખે છે. તેને પણ પોતાનું રક્ષણ કરવા તેની સામે જાહેર કરેલ યુદ્ધમાં બચાવ કરવાનો અધિકાર છે.

કુરઆનમાં કહેલ છે તે મુજબ, તે લોકોની વિરુદ્ધ લડાઈ કરવા માટે તેઓને પરવાનગી આપી દેવામાં આવી કારણ કે તે જુલ્મનો ભોગ બનેલ છે” કુરઆન (૨૨:૩૯) જો કે, જ્યારે દુશ્મન તેમની લડાઈ બંધ કરી દે તો મુસ્લિમો માટે લડાઈ બંધ કરી દેવાનો આદેશ છે.

અને જો તેઓ શાંતિ ઈચ્છે તો તમે પણ તે (શાંતિ) ઈચ્છો અને ઈશ્વરમાં વિશ્વાસ રાખો, ચોક્કસ તે બધું સાંભળનાર અને બધું જાણનાર છે.” (કુરઆન ૮:૬૧)

અબુ બકર (રદી.) કે જેઓ મુહંમદ પયગંબર સાહેબના મિત્ર અને પ્રથમ અનુગામી હતા તેઓએ યુદ્ધ વિષેના ઇસ્લામિક અભિગમની વાત કરતા કહ્યું કે, યુદ્ધના મેદાનમાં દરેક મુસલમાન વ્યક્તિએ નીચે મુજબની વસ્તુનું ખાસ ધ્યાન રાખવું.

   • વિશ્વાસધાતના કરવો 
   • મૃત શરીરને નુકસાનના કરવું
   • સીધા રસ્તા પરથી વિચલિતના થવું
   • બાળક, સ્ત્રી, વયોવૃદ્ધની હત્યાના કરવી
   • વૃક્ષોને નુકશાન કરવું અથવા બાળવું નહિ, ખાસ કરીને ફળદ્રુપ વૃક્ષો
   • દુશ્મનોના જાનવરોને નુકશાન કરવું નહિ, સિવાય કે ખોરાકમાં ઉપયોગમાં લેવા માટે
   • પોતાનું જીવન ધર્મને ત્યજેલ વ્યક્તિ (સંત,પૂજારી)ને મારવું નહિ

જેવું કે આપણે કુરઆનની આયાત ૨:૧૯૦માં જોયું તે મુજબ, અલ્લાહ મુસલમાનોને હદ બહાર નહિ જવા માટે કહે છે, “મર્યાદાનું ઉલંઘનના કરો”. યુદ્ધની સ્થિતિએ હદ ઓળંગવાનું બહાનું નથી. ઇસ્લામએ કોઈપણ પ્રકારનો આંધળો બદલો લેતા ટાળવાનું શીખવે છે.

“અને બીજાની દુશ્મનીને કારણે તમે ઇન્સાફ કરવાનુંના ટાળો. ઇન્સાફ કરો તેજ સચ્ચાઈની વાત છે.” (કુરઆન ૫:૮)

આતંકવાદની સમજ

સમસ્યાએ છે કે આતંકવાદને કયા દ્રષ્ટિકોણ થી જોવામાં આવે છે. એવી કોઈ સર્વસંમત વ્યાખ્યા નથી કે કઈ ઘટનાને આતંકવાદ કહી શકાય અથવા આતંકવાદની રચના કયા સ્વરૂપે થાય છે. પણ, આતંકવાદ ઘણા સ્વરૂપો લે છે જે નીચેના ઉદાહરણો દ્વારા સમજી શકાય છે.

રોબર્ટ ફિસ્ક, “The Independent”ના પત્રકાર લખે છે કે, “ઇઝરાઇલ અને તેના લશ્કરી સાથીદારો (૧૬ સપ્ટેમ્બર ૧૯૮૨ના રોજ) સાબરા અને શેતીલામાં શરણ લઇ રહેલા પેલેસ્ટાઇનના શરણાર્થીઓ પર ત્રણ (૩) દિવસનો મૌતતાંડવ મચાવેલ જેમાં સામુહિક બળાત્કાર, હત્યાઓ, અને સ્ટેબિંગ સામેલ હતા જેમાં લગભગ ૧૮૦૦ જીવ ગયા હતા. આ ઉપરાંત ઈઝરાઈલે લેબેનોન પર આક્રમણ કર્યું જેમાં PLO (પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગનાઇઝેશન)ને બહાર હાંકી કાઢવાનું બહાનું રજૂ કરવામાં આવ્યું, આ કામને અમેરિકા દ્વારા સંમતિ આપવામાં આવી જેમાં ૧૭૫૦૦ નિર્દોષ લેબાનીસ અને પેલેસ્ટિનિયન નાગરિકોના જીવ ગયા હતા.”

પ્રોફેસર નોઆમ ચોમ્સ્કી અનુસાર, “તે બિનવિવાદાસ્પદ છે કે અમેરિકાએ અગ્રણી આતંકવાદી રાજ્ય છે. હકીકતમાં, તે એક માત્ર દેશ છે કે જેની આંતરરાષ્ટ્રીય ત્રાસવાદ માટે સર્વોચ્ચ સંસ્થાઓ (1986માં આંતરરાષ્ટ્રીય ન્યાયની અદાલત) દ્વારા આલોચના કરી હતી, “

 તેવીજ રીતે, વિલિયમ ડેલરીમ્પલે , The Independent UKના પત્રકાર લખે છે કે “૧૯૯૫માં શ્રેબેનીકામાં થયેલ ૮૦૦૦ નિઃશસ્ત્ર મુસલમાનોની સામુહિક સંહાર (હત્યા)નો બનાવ તે એક ખ્રિસ્તી દમનકારી વલણ અને હિંસાનું પરિણામ છે.”

રમા માની (જીનીવા સેન્ટર ફોર સીક્યુરીટી પોલીસી) કહે છે કે “છેલ્લા છ (૬) દાયકાઓથી પશ્ચિમ, આડંબરી ખ્રિસ્તીઓ, નેતાઓ દ્વારા જે નરસંહાર રચેલ છે તેમાં આ મુજબનો સમાવેશ થાય છે – વિશ્વ યુધ્ધો, શીતયુદ્ધ, મોટી કત્લેઆમ, બે અણુબોમ્બ, સ્વત્રંત્રતા માટેના યુદ્ધ વખતે દમન, પ્રોક્સી યુદ્ધ, પરમાણું કાર્યક્રમો, સરમુખત્યારો, રાજ્યો અને બિન-રાજ્યો દ્વારા નિર્મિત આતંકવાદી ધટનાઓ તે વાતને ભ્રામક જાહેર કરે છે કે જે રીતે ઇસ્લામને સાહજીક રીતે હિંસક અથવા બીનસંસ્કૃતિક રીતે જોવામાં આવે છે.”

આ ઉપરાંત ધણા બધા કોમ્યુનીટી આતંકવાદના ઉદાહરણો છે, જો કે આપણે ક્યારેય સમગ્ર સમુદાયના માટે “આતંકવાદી” શબ્દનો ઉપયોગના કરવો જોઈએ. તેવીજ રીતે આપણે સમગ્ર મુસ્લિમ સમુદાયને પણ શંકાની બુનિયાદ પર આરોપના લગાવવો જોઈએ પરંતુ જે કોઈ પણ ગુનો કરે તેની સામે પગલા લેવા જોઈએ.

 ઈસ્લામ આતંકવાદને સખત રીતે વખોડે છે.

ધરતી પર જે લોકો ફસાદ (બગાડ) કરે છે તે લોકો પર અલ્લાહનો ફિટકાર (ધિક્કારને પાત્ર) છે અને તેમના માટે આખેરતમાં ઘણુંજ ખરાબ ઠેકાણું છે. (કુરઆન ૧૩: ૨૫)

અસહાય નિર્દોષ નાગરિકોના હ્રદયમાં આતંકવાદનો ડર નાખવો, ઈમારતો અને મિલકતોનો સામુહિક વિનાશ કરવો, બોમ્બમારો કરવો કે જેનો મુખ્ય હેતુ નિર્દોષ વ્યક્તિઓ, સ્ત્રીઓ, નાના બાળકોને નિશાન બનાવવાનો હોય આ બધા કર્યોનો ઇસ્લામ સખત રીતે મનાઈ કરે છે અને મુસ્લીમો તેને ઘૃણાસ્પદ ગણે છે. ભલે પછી આ આતંકવાદ કોઈ પણ પ્રકારનો હોય, તે પશ્ચિમી રાજ્યો દ્વારા કરાયેલ હોક કે જેમાં હત્યા કરાઈ હોય, ઘાયલ થયેલ હોય, કે લોકોને સ્થળાંતર કરવા મજબૂર કરેલ હોય,

જો કોઈ મુસલમાન વ્યક્તિગત રીતે આતંકવાદનું કાર્ય કરે તો તેણે તે ધર્મના કાયદાનો પણ ભંગ કરેલ છે જે તેના પોતાના ધર્મ અનુસાર હોય – જેમ કે ઇસ્લામ. અને તેણે તે મુજબ દોષી ગણી સજા કરવામાં આવે. શું તે વ્યાજબી છે કે તે એક વ્યક્તિના કારણે તમામ મુસલમાનોનો તિરસ્કાર કે નિંદા કરવામાં આવે જયારે કે તે પોતે તેના ધર્મની વિરુદ્ધનું કાર્ય કરેલ છે? મોટાભાગના મુસલમાનોને આ હિંસક ધટનાઓ કે આતંકવાદી પ્રવૃત્તિ થી કોઈ પણ પ્રકારનું જોડાણ નથી જેવું કે મીડિયામાં દર્શાવવામાં આવે છે.

ઇસ્લામ તે એક અતિરેક રીતે વર્તન બતાવતો ધર્મ નથી. પરંતુ મુસલમાનો તે ધર્મને અનુસરે છે જેમાં તેઓ ઈશ્વરને સમર્પિત થઇ જાય છે, જે ધર્મ તેમણે શાંતિ, દયા, માફીને અપનાવવાનું કહે છે.

“અલ્લાહ તમને તે વાત થી રોકતો નથી કે તમે તે લોકો સાથે ભલાઈ કરો અને ન્યાયી વર્તાવ કરો જે લોકોએ તમારી સાથે ધર્મ અંગે લડાઈ કરી નથી અને તમને તમારા ધર માંથી નથી કાઢી મુક્યા, અલ્લાહ તો ન્યાય પસંદ કરે છે.” (કુરઆન ૬૦:૮)

%d bloggers like this: